નિયમો અને શરતો

વ્યાખ્યાઓ

આ નિયમો અને શરતોના સંદર્ભમાં, નીચેના શબ્દો નિમ્નલિખિત અર્થો ધરાવે છે: "Crimestoppers" એટલે Crimestoppers Trust, એક નોંધણીયુક્ત ચૅરિટી, જે Crimestoppers Trust, 10 ક્વીન સ્ટ્રીટ પ્લેસ, લંડન, EC4R 1BE ખાતે તેની રજીસ્ટર્ડ ઑફિસ ધરાવે છે. "The Website" (વેબસાઇટ) એટલે Crimestoppersની માલિકી અથવા નિયંત્રણ હેઠળની કોઇપણ વેબસાઇટ, જેનાં દ્વારા આ નિયમો અને શરતોની લિંકની રચના કરવામાં આવે છે. "The material"  (સામગ્રી) એટલે વેબસાઇટ પર પ્રકાશિત થતાં, ધરાવવામાં આવતાં અથવા ઉપલબ્ધ સમસ્ત માહિતી, ડેટા, લખાણો, ગ્રાફિક્સ, લિંક્સ અથવા કમ્પ્યૂટર કોડ. "User" (ઉપયોગકર્તા) એટલે આ વેબસાઇટ સુધી પહોંચતી વ્યક્તિ, પેઢી, કંપની અથવા સંગઠન.     

લાગુ થવાપાત્ર નિયમો અને શરતો

આ વેબસાઇટની માલિકી Crimestoppers ધરાવે છે અને આ સાઇટનો કોઇપણ રીતે કરવામાં આવેલ ઉપયોગ (વેબસાઇટ મારફત કરવામાં આવેલ નોંધણીઓ અને દાન સહિત) આ નિયમો અને શરતોને આધીન છે. Crimestoppers, તેની મુન્સફીને આધારે, આ પૃષ્ઠના લખાણને અદ્યતન બનાવીને કોઇપણ સમય પર આ નિયમો અને શરતોને સુધારી અથવા પુનરાવર્તિત કરી શકે છે. 

વેબસાઇટનો ઉપયોગ

કોઇપણ આ વેબસાઇટના કોઇપણ બિન-પાસવર્ડ સંરક્ષિત ભાગોને જોઇ શકવાના અને તેમાં નિહિત માહિતીને તેમનાં પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવા હકદાર છે, સિવાય કે નીચેની શરતો પૂરી પાડવામાં આવી હોય:

  • તેનો માત્ર માહિતીના હેતુસર, માત્ર અંગત ઉપયોગ માટે પુન:ઉત્પાદિત કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય અને અન્ય કોઇ વેબસાઇટ પર પુન:ઉત્પાદન માટે અથવા વાણિજ્યિક લાભ પ્રાપ્ત કરવામાં ન આવ્યો હોય. 
  • વેબસાઇટ પર રચવામાં આવતી કોઇપણ લિંક્સને તેની રચના કરવામાં આવે તે પહેલાં Crimestoppers દ્વારા સૂચિત અને માન્ય કરવામાં આવશે.  
  • વેબસાઇટના કોઇપણ ભાગની નકલ, પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહિત કરવામાં નહિં આવે અને Crimestoppers ની પૂર્વ લેખિત પરવાનગી વિના કોઇપણ ત્રાહિત પક્ષને કોઇપણ સ્વરૂપમાં કે કોઇપણ માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં નહિં આવે. 

કૉપીરાઇટ અને ટ્રેડ માર્ક્સ

સામગ્રીમાં કૉપીરાઇટની માલિકી Crimestoppers અથવા તેનાં વિષયવસ્તુના આપૂર્તિકારો દ્વારા ધરાવવામાં આવે છે. Crimestoppers અથવા જ્યાં લાગુ થવાપાત્ર હોય ત્યાં સંબંધિત કૉપીરાઇટ માલીક(કો)ની પૂર્વ લેખિત મંજૂરી વિના પુન:ઉત્પાદન, સંગ્રહ, સુધારો-વધારો, વિતરણ અથવા પુન:પ્રકાશન સહિત આ સામગ્રીનો અનધિકૃત ઉપયોગ પ્રતિબંધિત છે. Crimestoppersના નામ અને લોગો અને બધા જ સંબંધિત ઉત્પાદનો અને સેવાઓના નામો, સંરચનાઓના નિશાનો અને સ્લોગન્સ એ Crimestoppersના ટ્રેડ નામો સેવા ચિહ્નો અથવા ટ્રેડમાર્ક્સ છે અને Crimestoppersની પૂર્વ સંમતિ વિના ઉપયોગ કરવામાં ન આવે (પછી ભલે કોઇપણ હાથ ધરાયેલ આગળની કાર્યવાહી નોંધણી ધરાવતી હોય કે ન ધરાવતી હોય). ડેટાબેઝના પ્રકારમાં દરેક કાર્ય ડેટાબેઝના હક્કોને આકર્ષે છે.        

અસ્વીકૃતિ

આ વેબસાઇટ માત્ર સામાન્ય માહિતી આપવાઅ માટે જ તૈયાર કરવામાં આવી છે અને એ રીતે, કોઇ ચોક્ક્સ પરિસ્થિતિને આવરી લેતી સલાહ માટે એક પૂરક તરીકે વિચારણામાં ન લેવી જોઇએ. ઉપયોગકર્તાઓએ આ વેબસાઇટમાં રહેલી કોઇપણ માહિતી પર વિશ્વાસ રાખીને કોઇપણ પગલું ભરતા પહેલાં કે પગલું ભરવાથી દૂર રહેતા પહેલાં યોગ્ય સલાહ લેવી જોઇએ. જ્યાં સુધી કાયદા દ્વારા સ્વીકાર્ય છે ત્યાં સુધી, Crimestoppers આ પ્રકારની કોઇપણ માહિતીના ઉપયોગ સંબંધી કોઇપણ વ્યક્તિની કોઇ જવાબદારી સ્વીકારશે નહિં. Crimestoppers દ્વારા આ સાઇટના સંપાદનમાં જ્યારે તમામ સાવચેતીઓ રાખવામાં આવી છે ત્યારે ન તો તે અથવા સાઇટને યોગદાન આપનાર કોઇને પણ કોઇ વ્યક્તિ અથવા સંગઠન, તેઓ જ્યાં પણ સ્થિત હોય, દ્વારા લેવામાં આવનાર પગલાં (અથવા તેનાં અભાવમાં)ના પરિણામ સ્વરૂપ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, આ ઇંટરનેટ સાઇટમાં રહેલી કે તેના દ્વારા પહોંચવામાં આવેલ  માહિતી પર જવાબદાર ઠેરવી શકાશે નહિં.   

લક્ષિત શ્રોતાગણ

આ વેબસાઇટ યુકેના નિવાસિયો દ્વારા ઉપયોગ માટે અને માત્ર યુકેની અંદર તેમની પ્રવૃત્તિઓના સંબંધમાં બનાવવામાં આવી છે. વેબસાઇટ દ્વારા જે માહિતી પહોંચક્ષમ બનાવાઈ છે તે ચોક્ક્સ, સંપૂર્ણ અને સાચી જ છે તેવું કોઇ જ પ્રતિનિધિત્વ કે બાહેંધરી  Crimestoppers આપતું નથી. આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ માહિતી વ્યક્તિગત જરૂરિયાતોને પૂરી પાડવા માટે લખવામાં આવી નથી અને તમારા ઉદ્દેશ્યો માટે કોઇપણ રીતે માહિતીનો ઉપયોગ કરતા પહેલાં તમારી જાતને સંતોષવી એ તમારી એકલ જવાબદારી છે.   

વૉરંટી અને ક્ષતિપૂર્તિ

ઉપયોગકર્તા Crimestoppers ને એ બાહેંધરી આપે છે કે તે વેબસાઇટ, સામગ્રી અથવા તેમાંના કોઇપણ ભાગનો ઉપયોગ એવાં કોઇ હેતુસર માટે નહિં કરે જે લાગુ થવાપાત્ર કાયદા અથવા નિયમનનું ઉલ્લંઘન કરતો હોય અથવા એવી રીતે નહિં કરે છે કૉપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, સેવા ચિહ્નો અથવા અન્ય ત્રાહિત પક્ષના બૌદ્ધિક સંપત્તિ અધિકારોનું ઉલ્લંઘન કરતાં હોય અથવા અન્યોની ગોપનીયતા, પ્રચાર કે અન્ય અંગત અધિકારોનો ભંગ કરતા હોય અથવા કોઇપણ રીતે બદનક્ષીભર્યું, અશ્લીલ, ધમકીભર્યું, અપમાનજનક અથવા દ્વેષપૂર્ણ હોય. ઉપયોગકર્તા Crimestoppers, તેનાં કર્મચારીઓ અને એજન્ટ્સ તમામ દાવાઓ, જવાબદારી, નુકસાનો, નુકસાની અને ખર્ચ સહિત, કોઇપણ મર્યાદા વિના, કાનૂની ફીની અને કાયદા દ્વારા માન્ય કરવામાં આવેલ મહત્તમ સીમા સુધી ઉપયોગકર્તા દ્વારા વેબસાઇટ, સામગ્રી અથવા તેના કોઇ ભાગના કોઇપણ હેતુસર કરવામાં આવેલ ઉપયોગના  પરિણામરૂપે Crimestoppers, તેમનાં કર્મચારીઓ, એજન્ટસની સામે કરવામાં આવેલ કોઇ દાવાઓ, અથવા કરવામાં આવેલ કોઇ મુકદ્દમાના પરિણામ તરીકે ખર્ચ થયેલ અથવા તેમાંથી ઉદભવતાં ખર્ચની ક્ષતિપૂર્તિ કરશે.         

જવાબદારીની મર્યાદા  

Crimestoppers આથી સામગ્રી અને કોઇ સામાન અથવા સેવાઓ કે જે વેબસાઇટના સંબંધે પૂરી પાડવામાં આવી હોય, પછી તે વ્યક્ત અથવા અમલીકૃત કરવામાં આવેલ હોય કે વૈધાનિક હોય (વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વેપાર અને ફિટનેસ અંગેની તમામ અમલીકૃત કરવામાં આવેલ તમામ બાહેંધરીઓ અને શરતોની સહિત) તેનાં સંબંધમાં કરવામાં આવેલ તમામ બાહેંધરીઓ અને શરતોનો અસ્વીકાર કરે છે. કોઇપણ ઘટનામાં Crimestoppers  કોઇપણ અપ્રત્યક્ષ, શિક્ષાત્મક, વિશેષ, આકસ્મિક અથવા પરિણામરૂપી નુકસાનીઓ, જે કંઈ પણ હોય, જો Crimestoppersને કોઇપણ મર્યાદા વિના, ઉપયોગ, ડેટા અથવા વેબસાઇટના કાર્યદેખાવ અથવા તેની સાથે જોડાયેલા કોઇપણ રીતે અથવા તેની સાથે જોડાયા હોવાના લીધે ઉદભવતા નફા, વેબસાઇટમાં અવરોધ અથવા વિલંબ, સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા અથવા જોગવાઈ, અથવા વેબસાઇટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી કોઇપણ માહિતી, સામગ્રી, સામાન અને સેવાઓ અથવા અન્યથા  વેબસાઇટના ઉપયોગમાંથી ઉદભવતી, પછી તે કરાર, અપકૃત્ય પર અથવા કાયદા દ્વારા માન્ય કરવામાં આવેલ મહત્તમ મર્યાદા પર આધારિત હોય તેના સહિતના નુકસાન માટે નુકસાનીની સલાહ આપવામાં આવી હશે તો પણ તેનાં માટે જવાબદાર રહેશે નહિં.   

ત્રાહિત પક્ષકારની વેબસાઇટ્સ

આ વેબસાઇટ્સ Crimestoppers સિવાયના પક્ષકારો દ્વારા સંચાલિત વેબસાઇટ્સ સાથે લિંક્સ ધરાવે છે. આ પ્રકારની લિંક્સ માત્ર ઉપયોગકર્તાઓની અનુકૂળતા માટે પૂરી પાડવામાં આવે છે. Crimestoppers આ પ્રકારની વેબસાઇટ્સને નિયંત્રિત કરતી નથી, અને તેમની વિષયવસ્તુઓ માટે જવાબદાર નથી. Crimestoppers દ્વારા આ પ્રકારની વેબસાઇટ્સ સાથે લિંક્સનું સમાવેશન આ પ્રકારની વેબસાઇટ્સ પરની સામગ્રીનું કોઇપણ પ્રકારે સમર્થન અથવા તેમનાં સંચાલકો સાથે કોઇ સંગઠન સૂચિત કરતું નથી. ત્રાહિત પક્ષકારોની વેબસાઇટ્સ પર રહેલી કોઇપણ માહિતી, અને આવી વેબસાઇટ્સ દ્વારા પ્રસ્તાવિત કોઇપણ સામગ્રી અને સેવાઓના મૂલ્ય અને અખંડિતતાની ચોક્ક્સતા અને સંપૂર્ણતાના મૂલ્યાંકન માટે ઉપયોગકર્તાની એકલ જવાબદારી રહેશે.

ગોપનીયતા કાર્યનીતિ

અમારી સંપૂર્ણ ગોપનીયતા કાર્યનીતિ અહીં વાંચી શકાય છે.

વાઇરસ

વેબસાઇટમાંથી વાઇરસને બહાર રાખવાના Crimestoppers બધા જ વાજબી પ્રયાસો કરે છે તેમ છતાં પણ તે આ પ્રકારના નિષેધ અંગેની ખાતરી આપી શકતું નથી અને વાઇરસના ડાઉનલોડિંગ મારફત થયેલા નુકસાન માટે કોઇ જવાબદારી સ્વીકારવામાં આવતી નથી.  તેથી, વેબસાઇટ પરથી માહિતીને ડાઉનલોડ કરતા પહેલાં તમામ ઉચિત સુરક્ષાત્મક પગલાં ભરવાની તમને ભલામણ કરવામાં આવે છે.

ઓનલાઇન લેવડ-દેવડના વ્યવહારો

Crimestoppers કોઇપણ પ્રકારની સૂચના વિના સૂચિબદ્ધ કરવામાં આવેલ કોઇપણ સામગ્રી અથવા સેવાઓના પ્રસંગોની નોંધણી ફી અને કિંમતોમાં ફેરફાર કરવાના આરક્ષિત અધિકાર ધરાવે છે. સામગ્રી અને સેવાઓની માટે તમામ ઘટનાઓની નોંધણીઓ અને ઓર્ડર્સ ઉપલબ્ધતાઓને આધીન રહેશે અને Crimestoppers કોઇપણ નોંધણીના સ્વીકાર અને કોઇપણ વ્યક્તિને કોઇપણ સામગ્રી અને સેવાઓના અસ્વીકારનો અધિકાર આરક્ષિત રાખે છે.

એન્ક્રિપ્શન 

વેબસાઇટ એન્ક્રિપ્શન સિક્યુરિટી સૉફ્ટવેરનો ઉપયોગ કરે છે તેમ છતાં એવાં વિસ્તારોમાં કે જ્યાં ચુકવણીની વિગતોનો સ્વીકારવામાં આવે છે, ત્યાં માહિતીની સુરક્ષા અને ઇંટરનેટ મારફત પ્રસારિત થયેલ ચુકવણીઓની બાહેંધરી આપી શકાતી નથી. કોઇપણ ઉપયોગકર્તા દ્વારા કે જેઓ ઈ-મેila અથવા ઇંટરનેટની અન્ય લિંક્સના માધ્યમથી માહિતી પ્રસારિત કરે છે તેમાં કોઇપણ નુકસાન થાય કે તે ટકી રહે તો તે સંપૂર્ણરીતે આ પ્રકારના ઉપયોગકર્તા દ્વારા ભોગવવામાં આવશે અને કોઇપણ ઘટનામાં આ પ્રકારની નુકસાનની, આંશિક કે સંપૂર્ણ જવાબદારી Crimestoppers અથવા તેમના એજન્ટ્સ દ્વારા ઉપાડવામાં આવશે નહિં.    

કુદરતી આપત્તિ

આથી Crimestoppers તેની જવાબદારીના ભંગ બદલ જવાબદાર રહેશે નહિં કે ન તો ઉપયોગકર્તા પ્રત્યે એવાં કોઇ નુકસાન કે નુકસાની માટે જવાબદાર રહેશે જે કોઇ અનન્ય પક્ષકાર દ્વારા તેમનાં વાજબી નિયંત્રણ બહાર સહિત કોઇ પ્રકારની મર્યાદા વિના દૈવી કૃત્ય, આગ, તોફાન, પૂર, વીજળી. રોગચાળા, હડતાળ, વેપાર વિવાદ, આતંકવાદની ઘટના, સરકાર અથવા નિયમનકારી મંડળો અથવા કમ્યૂનિકેશન સંચાલકોના કોઇ કૃત્ય અથવા ભૂલચુક સહિતના કૃત્યના કારણે થયેલ હશે.  

સામાન્ય

જો આ શરતો અને નિયમોની કોઇપણ જોગવાઇને અમાન્ય અથવા બિનઅમલયોગ્ય ઠેરવવામાં આવશે તો, શેષ રહેતી જોગવાઇની માન્યતા અને અમલીકરણની યોગ્યતા પ્રભાવિત થશે નહિં. આ નિયમો અને શરતો Crimestoppers અને ઉપયોગકર્તા વચ્ચેના સમગ્ર કરારની રચના કરે છે અને ઉપયોગકર્તા અને Crimestoppers વચ્ચેના અન્ય તમામ (પૂર્વેની અથવા સમકાલીન) સંવાદો અને પ્રસ્તાવોને, ઈલેક્ટ્રોનિક અથવા લેખિત હોય, રદ કરે છે. આ નિયમો અને શરતો હેઠળના કોઇપણ હક્કોને લાગુ કરવામાં કે તેનો અમલ કરવામાં Crimestoppersની કોઇ નિષ્ફળતાને આ પ્રકારના કોઇ હક્કોને માફ કરી લેવાયા હોવાનું માનવામાં નહિં આવે કે આ પ્રકારના તેના પછીના હક્કોને લાગુ કરવામાં કે તેનો અમલ કરવાથી રોકશે નહિં   

ન્યાયક્ષેત્ર

આ નિયમો અને શરતો અને ઉપયોગકર્તા દ્વારા વેબસાઇટના ઉપયોગને ઈંગ્લેન્ડના અને વેલ્સના કાયદા દ્વારા સંચાલિત કરવામાં આવશે અને અહિં સામેલ પક્ષકારો વેબસાઇટમાંથી અથવા/ અને વેબસાઇટ પર કરવામાં આવેલ કોઇ પણ વ્યવહારોમાંથી અથવા આ નિયમો અને શરતોમાંથી ઉદભવતાં અથવા તેનાંથી સંબંધિત તમામ વિવાદોમાં ઈંગ્લિશ અદાલતોના વિશિષ્ટ ન્યાયક્ષેત્રને સમર્પિત રહેશે.

રીફંડની કાર્યનીતિ

ઑનલાઇન ડીએનએ સુવિધામાથી રીફંડ્સ વ્યવસ્થાપનની વિવેકબુદ્ધિ દ્વારા હાથ ધરવામાં આવે છે. વિનંતીઓ લેખિતમાં ફાયનાન્સ, Crimestoppers, પીઓ બૉક્સ 324, વેલિંગ્ટન, સર્રે, SM6 6BGને આપી શકાય છે.

ડેટા સંરક્ષણ વિધાન

Crimestoppers ખાતે અમે તમારી ગોપનીયતા અને તમારી અનામિપણાના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. આ વિધાન ડેટા પ્રોટેક્શન એક્ટ, 1998ના પ્રકાશમાં Crimestoppers  ડેટા પ્રોસેસિંગ પ્રક્રિયાઓના પ્રતિષ્ઠિત સંપર્કોને સતર્ક કરવા માટે કરવામાં આવે છે જે તમારા ડેટાના પ્રક્રિયાકરણને સંચાલિત કરશે. જો તમને આ વિધાન વિશે કોઇ પ્રશ્નો હોય તો કૃપા કરીને ફાયનાન્સ, Crimestoppers, પીઓ બૉક્સ 324, વેલિંગ્ટન, સર્રે, SM6 6BGને સંપર્ક કરો.

ડેટા વપરાશ (Crimestoppers દ્વારા ઉપયોગ)

અમે ક્યારેય ઈમેઇલ દ્વારા આપનો સંપર્ક કરીશું નહિં સિવાય કે તમે એમ કરવા માટેની અભિવ્યક્ત થયેલી પરવાનગી આપી હોય. જો અમે ફોન અથવા પત્ર દ્વારા આપનો સંપર્ક કરીએ તો અમે ફરી વખત આપનો સંપર્ક નહિં કરીએ જો તમે અમને તેમ કરવાની ના પાડશો. પ્રસંગો પર Crimestoppers આગામી અભિયાનો, ભંડોળ એકત્રિત કરવા માટેની પહેલો, ઘટનાઓ અને પડકારો વિશેની અદ્યતન માહિતી પૂરી પાડતાં અને જેમાં તમે સહભાગી બન્યા હશો તેવાં હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણો અથવા મતોના પરિણામો મોકલવા માટે પણ ઈમેઇલ મોકલાવશે.  

ડેટા વપરાશ (ત્રાહિત પક્ષકાર દ્વારા)

Crimestoppers અન્ય સંગઠનોને તમારી અંગત માહિતી ભાડે કે વેચાણ પર આપશે નહિં.

જોકે, જ્યાં તમે અમને તમારા સંપર્કની પરવાનગી આપી હશે ત્યાં અમે ભાગીદાર સંગઠનોને તમારી કેટલીક અંગત માહિતીની સુલભતા માટેની પરવાનગી આપી શકીએ છીએ જેથી અમારા વતી તેઓ તમારો સંપર્ક કરી શકે અથવા સેવાઓ પૂરી પાડી શકે. એક ભાગીદાર સંગઠનમાં ઉદાહરણ તરીકે અન્ય ચેરિટેબલ સંગઠનોનો સમાવેશ થઈ શકે છે.

અમે તમારી અંગત માહિતીને ત્રાહિત પક્ષ સમક્ષ જાહેર કરી શકીએ છીએ જો અમે તેને જાહેર કરવાની ફરજ ધરાવતા હોઇશું અથવા કાનૂની જવાબદારી સાથેના અનુપાલન માટે તમારી અંગત માહિતીની વહેંચણી કરી શકીએ છીએ, અથવા આ સાઇટ અથવા અન્ય કરારો માટે ઉપયોગની અમારી શરતોને લાગુ કરવા અથવા અમલ કરવા માટે; અથવા Crimestoppers, અમારા દાતાઓ અથવા અન્યોના હક્કો, મિલકત અથવા સુરક્ષાને સંરક્ષિત રાખવા માટે. આમાં છેતરપીંડી સામે સંરક્ષણના હેતૂ માટે અન્ય કંપનીઓ અને સંગઠનો સાથે માહિતીની આપ-લેનો સમાવેશ થાય છે.   


Crimestoppers બ્લૉગ; (www.blog.crimestoppers-uk.org)

Crimestoppers બ્લૉગ મતો અને અભિપ્રાયોની ચર્ચા કરવાનું એક ફોરમ છે અને આ મંચ મારફત ગુના વિશેની માહિતી આગળ મોકલવી શક્ય નથી.