ગોપનીયતા કાર્યનીતિ

અમારું ગોપનીયતા વિધાન

ધ ક્રાઇમ ટ્રસ્ટ (”ક્રાઇમસ્ટોપર્સ”) એક નોંધણીયુક્ત ચૅરિટી અને બાંયધરી દ્વારા મર્યાદિત કંપની છે. અમે ગુના વિશેની માહિતી સાથે અમારો સંપર્ક કરનાર કોઇની પણ ગોપનીયતા અને અનામિતાના સંરક્ષણ માટે કટિબદ્ધ છીએ.

આ વિધાન, એવાં લોકોને સતર્ક કરવા માટે કે જેમની માહિતી અમે એ સિદ્ધાંતો પર પ્રક્રિયા કરીએ છીએ જે તમારા ડેટાની પ્રક્રિયા કરે છે તેના માટે, ડેટા પ્રૉટેક્શન એક્ટ 1998ની જરૂરિયાતોના પ્રકાશમાં કરવામાં આવ્યું છે. અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને અથવા તમારી અંગત માહિતી અમને ઉપલબ્ધ કરાવીને તમે આ રીતે તમારી માહિતીની પ્રક્રિયા માટે સંમતિ દર્શાવો છો. 

આ વિધાન અંગે જો તમને કોઇ પ્રશ્નો હોય તો કૃપા કરી ક્રાઇમ સ્ટોપર્સ, પોસ્ટ બૉક્સ 324, વેલિંગ્ટન, સર્રે SM6 6BG ખાતે ડિરેક્ટર ઑફ ફાઇનાન્સનો સંપર્ક કરો.

અમે માહિતી કેવી રીતે એકત્ર કરીએ છીએ?

અમે તમારી પાસેથી અંગત માહિતી મેળવીશું જ્યારે તમે:

(i)           અમારી પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરશો;

(ii)         અમારી સાથે નોંધણી કરાવશો;

(iii)       અમારા ઈ-ન્યુઝલેટરને સબસ્ક્રાઇબ કરશો;

(iv)        અમને દાન આપશો; અથવા 

(v)          અન્યથા અમને અંગત માહિતી પૂરી પાડશો.

તમારા વિશેની માહિતી અમે ત્રાહિત પક્ષકારો પાસેથી પણ પ્રાપ્ત કરી શકીએ તેમ બની શકે છે, ઉદાહરણ તરીકે કોઇ એવા મિત્ર પાસેથી જે તમને વેબસાઇટ વિશે કહેવા માંગતા હોય.  

અમે કઇ માહિતી એકત્ર કરીએ છીએ?

એકત્ર કરવામાં આવતી માહિતીના પ્રકારોમાં નામ, જન્મ તારીખ, ઈ-મેઇલ સરનામાં, ટપાલ સરનામાં, ટેલીફોન નંબર, ફેક્સ નંબર અને ક્રેડિટ/ ડેબિટ કાર્ડની વિગતોનો સમાવેશ થઈ શકે છે.

જો તમે અમારું Anonymous Online Form ભરો છો, અથવા અમારું Give Info પત્રક ભરો છો, તો આ પ્રક્રિયા અનામી રહેવા માટે ઇચ્છિત છે, અને આ હેતૂ માટે અમે તમારું નામ જાણવા માંગતા નથી. અમે એ ખાતરી કરવા માટે અન્ય પગલાં પણ લઈશું કે જ્યાં શક્ય હોય ત્યાં, જ્યારે તમે આ પત્રકમાં ભરી રહ્યાં હશો ત્યારે અમે તમારા વિશેની અંગત માહિતી એકત્ર કરીશું નહિં કે તેને જાળવી રાખીશું નહિં. અમે પત્રકમાં ભરવામાં આવેલ વિગતો ધરાવતાં વ્યક્તિની અંગત માહિતીને ટ્રેક કે ટ્રેસ કરવાનો પ્રયત્ન કરતા નથી. કોઇપણ સ્વરૂપમાં, તમે અમને ગુનેગાર, સંભવિત ગુનેગાર, પીડિત અથવા અન્ય વ્યક્તિ વિશેની માહિતી પૂરી પાડી શકો તેમ બની શકે અને તેમના વિશેની આ માહિતીનો ઉપયોગ ગુનાની અટકાયત કે શોધ અથવા ગુનેગારની ધરપકડ કે ફોજદારી કાર્યવાહીના હેતૂસર કરવામાં આવે તેમ બને અથવા અન્યથા ડેટા પ્રૉટેક્શન ઍક્ટ 1998 અનુસાર કરવામાં આવી શકે છે.     

આ માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ?

અમને તમારી અંગત માહિતીની જરૂર શા માટે છે તેનાં જુદાં-જુદાં કારણો છે. ચોક્ક્સ કારણોમાં:

(i)     તેનો ઉપયોગ અમે તમે જેના માટે વિનંતી કરી છે તે સેવાઓ, પ્રોડક્ટ્સ અથવા માહિતી પૂરી પાડવા માટે, વહીવટી ઉદ્દેશ્યો માટે અથવા અન્યથા અમારા ચેરિટેબલ ધ્યેયોને આગળ વધારવા માટે કરી શકીએ છીએ.

(ii)   અમે પ્રસંગોપાત આગળ આવનારા અભિયાનો, ભંડોળ ઊભું કરવા માટેની પહેલો, ઘટનાઓ અને પડકારો વિશેના ઈમેઇલ અપડેટ્સ અને સાથે જ તમે જેમાં ભાગ લીધો હોય તેવી હાથ ધરવામાં આવેલ મોજણીઓ અથવા મતદાનોના પરિણામો મોકલી શકીએ છીએ. કૃપા કરીને નોંધ લેશો કે ક્રાઇમસ્ટોપર્સ, પીઓ બૉક્સ 324, વેલિંગ્ટન, સર્રે, SM6 6BG ખાતે ડિરેક્ટર ઑફ ફાઇનાન્સનો સંપર્ક કરીને તમે કોઇપણ સમય પર આ ઈમેઇલ્સની ના પડી શકો છો.   

(iii) ઉપર કહ્યાં મુજબ, અમે ગુનાની અટકાયત અથવા શોધ માટે ગુનેગારો, સંભવિત ગુનેગારો, પીડિતો અથવા અન્ય વ્યક્તિઓ વિશેની માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ.

(iv) અમે અને અમારી જૂથ કંપનીઓ એ માહિતીની વહેંચણી પણ કરી શકે છે જેને અમે બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને ગુનાની અટકાયત અન/ અથવા શોધ માટે અને તેમનાં બિઝનેસનું રક્ષણ કરવામાં તેમની મદદ કરવા માટે તેમના સંશોધન ઉદેશ્યો માટે એકત્રિત કરી છે.

(v)   અમારા જૂથના અન્ય સભ્યો, સેવા પ્રદાતાઓ, સંકળાયેલા સંગઠનો અને ઉપરોક્ત હેતુઓ માટે એજન્ટ્સ સાથે તમારી માહિતીની વહેંચણી કરવાની અમને જરૂર પડી શકે છે. અમે અન્ય સંગઠનો સાથે પણ તમારી માહિતીની વહેંચણી કરી શકીએ છીએ જેઓ અમારા ધ્યેયો અને ઉદ્દેશ્યોમાં અમને સહાયક હોય.

કૂકીઝ

આ વેબસાઇટ ‘કૂકીઝ’ – વિગતોના એ ભાગ જે તમારા કમ્પ્યૂટરમાં સંગ્રહિત હોય છે, નો ઉપયોગ કરે છે. આ વિભાગ અમે કેવી રીતે આ વેબસાઇટ પર કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ તે વર્ણવે છે.  

કૂકીઝ શું છે?

એક ‘કૂકી’ એક નાની ટેક્સ્ટ ફાઇલ છે જે વેબસાઇટ દ્વારા વેબસાઇટના ઉપયોગકર્તાના ઉપકરણ/ કમ્પ્યૂટર હાર્ડ ડ્રાઇવ પર મૂકવામાં આવે છે. કૂકીઝના ઘણાં પ્રકારો છે અને તે જુદી-જુદી કામગીરીઓ અથવા ઉપયોગો ધરાવે છે. ઉદાહરણ તરીકે, કેટલીક કૂકીઝ અમને અમારી વેબસાઇટના અનુભવને સુધારવામાં મદદ કરે છે અથવા અમારી સેવાઓને તમારા અનુરૂપ બનાવવામાં સહાયક બને છે.  

તમે કેવા પ્રકારની કૂકીઝનો ઉપયોગ કરો છો?

કૂકીઝને વર્ણવવા માટે જુદા-જુદા પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે (અને ઘણી બધી વેબસાઇટ્સ અને સંગઠનો જુદા જુદા પ્રકારની પરિભાષાઓનો ઉપયોગ કરે છે જે મૂંઝવણભરી હોય છે). તમને નીચેનું વર્ણનાત્મક કોષ્ઠક સમજવામાં મદદ પૂરી પાડવા માટે, અમારી વેબસાઇટમાં ઉપયોગમાં લેવાતી કૂકીઝને અમે 3 પ્રકારે વર્ગીકૃત કરી છે જેમકે:   

અતિ આવશ્યકકૂકીઝ. આ એ કૂકીઝ છે જે અમારી વેબસાઇટની કામગીરી માટે જરૂરી છે.  

કાર્યદેખાવ ધરાવતી કૂકીઝ (ઘણીવખત તેને વિશ્લેષણાત્મક કૂકીઝ પણ કહેવાય છે). તે અમને મુલાકાતીઓની સંખ્યા અને તેમની ઓળખ પૂરી પાડે છે અને એ જોવામાં મદદ કરે છે કે મુલાકાતીઓ જ્યારે અમારી વેબસાઇટનો ઉપયોગ કરે છે ત્યારે કેવી રીતે આસપાસ ફરે છે તે જોવામાં મદદ કરે છે. આ અમને અમારી વેબસાઇટની કાર્યપદ્ધતિને સુધારવામાં મદદ કરે છે, દા. ત. એ સુનિશ્ચિત કરીને કે ઉપયોગકર્તાઓને તેઓ જે શોધે છે તે સરળતાથી મળી રહે.

કાર્યાત્મક કૂકીઝ. આનો ઉપયોગ અમારી વિષયવસ્તુઓને વ્યક્તિગત બનાવવા માટે થઈ શકે છે, દા.ત. તમને નામ સાથે અભિવાદન કરવા અથવા તમારી પસંદગીઓને યાદ કરવા માટે.

અમે જેનો ઉપયોગ કરીએ છે તેવી વ્યક્તિગત કૂકીઝ અને જે ઉદેશ્ય માટે અમે તેનો ઉપયોગ કરીએ છીએ તેની વધુ માહિતી તમે નીચેના કોષ્ઠકમાંથી શોધી શકો છો: 

કૂકીઝના પ્રકારો

હેતૂ

ગૂગલ વિશ્લેષણાત્મક

આ એક કાર્યદેખાવ કૂકી છે જે અમને એ વિશ્લેષણ કરવામાં મદદ કરે છે કે ઉપયોગકર્તાઓ સાઇટને કેવી રીતે વપરાશમાં લે છે.  તમારા દ્વારા વેબસાઇટના ઉપયોગનો જે ડેટા કૂકીઝ દ્વારા રચાય છે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગૂગલને પ્રસારિત થાય છે અને તેના દ્વારા સર્વર્સ પર સંગ્રહિત કરવામાં આવે છે. આનો ઉપયોગ ગૂગલ તમારા દ્વારા વેબસાઇટના ઉપયોગનું વિશ્લેષણ કરવા માટે, ક્રાઇમસ્ટોપર્સ માટે વેબસાઇટ પ્રવૃત્તિઓ પરના અહેવાલોના સંપાદન માટે અને અન્ય વેબસાઇત પ્રવૃત્તિ અને ઇંટરનેટ વપરાશથી સંબંધિત અન્ય સેવાઓ પૂરી પાડવા માટે કરશે. કાયદા દ્વારા જ્યાં જરૂરી છે ત્યાં અથવા જ્યાં આવા ત્રાહિત પક્ષ ગૂગલ વતી માહિતીની પ્રક્રિયા કરી રહ્યાં હોય ત્યાં ગૂગલ આ માહિતીને ત્રાહિત પક્ષને પણ તબદીલ કરી શકે છે 

કૃપા કરી નોંધ લેશો કે અમે અમારી વેબસાઇટન ચોક્ક્સ પૃષ્ઠો પર  “આઇપી માસ્કિંગ”નો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આઇપી માસ્કિંગ સક્ષમ કરવામાં આવે ત્યારે, ગૂગલ એનાલિટિક્સ તેનાં ઉપયોગ અને વપરાશ પહેલાં મુલાકાતીના આઇપી એડ્રેસના છેલ્લા ઑક્ટેટને દૂર કરે છે. આનો અર્થ એમ થાય કે આઇપી એડ્રેસિઝનો સંગ્રહ, નોંધણી અથવા તો ટ્રેક કરવામાં આવતાં નથી – જે તમારા અનામીપણાને સુનિશ્ચિત કરે છે.  

 

કૂકીનું સ્વીકૃતિ 

અમારી વેબસાઇટનો ઉપયોગ કરીને તમે સમયાંતરે અપડેટ કરવામાં આવતી કૂકીઝના અમારા ઉપયોગની સાથે સંમત છો. તમારા બ્રાઉઝર પર યોગ્ય સુનિયોજનો પસંદ કરીને તમે કૂકીઝના ઉપયોગની ના પાડી શકો છો, જોકે કૃપા કરી નોંધ લેશો કે જો તમે તેમ કરશો તો તમે અમારી વેબસાઇટની પૂર્ણ કાર્યત્મકતાનો ઉપયોગ નહીં કરી શકો.  

અંગત માહિતીનું અમે કેવી રીતે સંરક્ષણ કરીએ છીએ?

જ્યારે તમે અમારી વેબસાઇટ મારફત દાન કરો છો ત્યારે અમે એક સુરક્ષિત સર્વરનો ઉપયોગ કરીએ છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માટે કે અમારી સમક્ષ જાહેર કરવામાં આવેલી માહિતીને સુરક્ષિત, ચોક્ક્સ અને અદ્યતન રાખવામાં આવે અને જે હેતુસર તેનો ઉપયોગ કરવામાં આવે છે તેનાં પૂરતા જરૂરી સમય સુધી જ તેને રાખવામાં આવે તે માટે અમે ઉચિત પગલાં લઈએ છીએ. કમનસીબે, ઇંટરનેટ દ્વારા માહિતીનું પ્રસારણ સંપૂર્ન સુરક્ષિત નથી. જોકે અમે તમારી અંગત માહિતીના સંરક્ષણ માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, તેમ છતાં અમારી સાઇટ પર પ્રસારિત થતાં તમારી વિગતોની સુરક્ષાની બાંયધરી આપી શકતાં નથી; કોઇપણ પ્રસારણ તમારા પોતાના જોખમે હોય છે. 

શું અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તેને બહારના પક્ષકારો સમક્ષ જાહેર કરીશું?

ઉપર જણાવવામાં આવ્યું છે તેમ, અમારા જૂથના અન્ય સભ્યો, સેવા પ્રદાતાઓ, સંકળાયેલા સંગઠનો અને ઉપરોક્ત હેતુઓ માટે એજન્ટ્સ સાથે તમારી માહિતીની વહેંચણી અમે કરી શકીએ છીએ.  જ્યાં તમે અમને તમારો સંપર્ક કરવાની મંજૂરી આપી હશે ત્યાં અમે પાર્ટનર સંગઠનોને તમારી કેટલીક અંગત માહિતીની સુલભતા માટેની મંજૂરી આપી શકીએ છીએ જેથી તેઓ તમારો સંપર્ક કરી શકે અથવા અમારા વતીથી તમને સેવાઓ પૂરી પાડી શકે. અમે જે વિગતો એકત્રિત કરી હોય છે તેને યુરોપીયન આર્થિક વિસ્તાર (“ઈઈએ”) ની બહારના ગંતવ્ય સ્થાન પર તબદીલ અને સંગ્રહિત કરવામાં આવી શકે છે.  તમારી અંગત માહિતી રજૂ કરીને, તમે આ તબદીલી, સંગ્રહ અથવા પ્રક્રિયાકરણથી સંમત થાઓ છો. 

અમે ગુનાની અટકાયત અથવા શોધ માટે ગુનેગારો, સંભવિત ગુનેગારો, પીડિતો અથવા અન્ય વ્યક્તિઓ વિશેની માહિતી પર પ્રક્રિયા કરી શકીએ છીએ. (પોલીસ, નિયંત્રકો અને અન્ય ત્રાહિત પક્ષકારો સાથે વહેંચણી કરવા સહિત).

જો અમને કોઇ કાનૂની જવાબદારી સાથેના અનુપાલનમાં તેમ કરવાની ફરજ પડશે તો, અથવા આ સાઇટ માટે કે અન્ય કરારો હેઠળ ઉપયોગની શરતોને લાગુ કરવા માટે કે  અમલવારી માટે; અથવા અમારા, અમારા દાતાઓના અથવા અન્યોના અધિકારો, મિલકત, કે સુરક્ષાને સંરક્ષવા માટે અમે તમારી અંગત માહિતીને ત્રાહિત પક્ષની સામે જાહેર કરી શકીએ છીએ. આમાં અન્ય કંપનીઓ અને સંગથનો સાથે છેતરપીંડીને રોકવાના હેતૂસર માહિતીની આપ-લે નો સમાવેશ થાય છે.

 પહોંચનો અધિકાર

તમારા વિશેની અમારી પાસેની માહિતીની નકલ માટે વિનંતી કરવાનો અને તમારી માહિતીમાં કોઇપણ ત્રુટિઓમાં સુધાર કરાવવાનો તમને અધિકાર પ્રાપ્ત છે. 

 ફેરફારો

જો તમારી અંગત વિગતો બદલાય તો, કૃપા કરી ઉપરના સરનામા પર અમને સૂચિત કરીને તમારી માહિતીને અદ્યતન રાખવામાં અમને મદદ કરશો. અમે આ ગોપનીયતા વિધાનને સુધારવાના અધિકારને આરક્ષિત રાખીએ છીએ. જો અમે એમ કરીશું તો, અમે ફેરફાર અંગેની એક સૂચના અમારી વેબસાઇટ પર પોસ્ટ કરીશું અને તમે એ ફેરફારોને સ્વીકાર કર્યો છે તેમ માનવામાં આવશે.

 ક્રાઇમસ્ટોપર્સ બ્લૉગ માટે ગોપનીયતા નીતિ

ધ Crimestoppers Blog મતો અને અભિપ્રાયોની ચર્ચા કરવા માટેનું એક ફોરમ છે અને આ મંચ મારફતે ગુનાઓ વિશેની માહિતી આપવી એ કોઇના માટે પણ સલાહભર્યું નથી. જો તમે ટિપ્પણી પૂરી પાડીને કે સોશ્યલ મીડિયા મંચો પર માહિતી આપવાનો પ્રયાસ કરશો તો અમે તેની સામાન્ય પ્રક્રિયાઓ અનુસાર આ માહિતીની પ્રક્રિયા કરવામાં અસમર્થ બનીશું અને તમારા અનામીપણાની સાથે સમાધાન કરવામાં આવશે.

આ સાઇટ પર જ્યારે અમે તમારી અંગત માહિતીની વિનંતી કરીએ છીએ ત્યારે, જો અમે તમને કહીશું કે અમે તેનો ઉપયોગ ચોક્ક્સ હેતૂસર કરીશું તો પછી અમે તેનો ઉપયોગ માત્ર તે જ હેતુસર કરીશું.

જો અમે તમને એમ ન કહીએ કે અમે અમે તેનો ઉપયોગ ચોક્ક્સ હેતૂસર કરીશું તો પછી અમે તેનો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકીએ છીએ:

1.    તમે માંગેલી માહિતી, સેવાઓ અથવા પ્રોડક્ટ્સ અથવા જે અમને તમારા રસ માટે જરૂરી સમજાય તે પૂરી પાડવા માટે;

2.    અમારી સાઇટ પર પરસ્પર વાતચીતમાં તમને ભાગ લેવા દઈ શકવા માટે, જ્યારે તમે તેમ કરવાનું પસંદ કરો, ઉદાહરણ તરીકે અમે તમને તમારી સંપર્ક વિગતો દાખલ કરીને તેને સંપાદિત કરવામાં મદદ કરી શકીએ;  

3.    and તમારા કમ્પ્યૂટર અને અન્ય ઇંટરનેટ ઉપકરણો માટે અમે આપી શકીએ તે વપરાશકર્તા મૈત્રીપૂર્ણ શોધ અનુભવ પૂરો પાડીને અમારી સાઇટ પર આપવામાં આવતી સેવાઓનું વિશ્લેષણ કરવા અને સુધારવા માટે;

4.    આઇપી સરનામાઓ સાતેહ, તમારી અંદાજીત લોકેશનની ઓળખ કરવા માટે, અવરોધક વપરાશને બ્લૉક કરવા માટે અથવા વિવિદ દેશોમાંથી સાઇટ પરની મુલાકાતોની સંખ્યાની જાણકારી માટે.