તમે કેવી રીતે અમને મદદ કરી શકશો

સ્વયંસેવક

તમારા સમુદાયને સલામત રાખવા માટે જો તમે ઉત્સાહી હો અને કૌશલ્યો ધરાવતા હો અથવા જણાવવા માટે અનુભવ હોય, તો અમે તમારી પાસેથી સાંભળવા માગીએ છીએ. અમારી સાથે સ્વૈચ્છીક સેવા કરી એ ઇનામરૂપ અને પડકારજનક છે. અમારી સાથે જોડાઇને તમારા સમુદાયમાં અપરાધ સામે ઊભા થાવ અને આજે જ તમારી સ્થાનિક ક્રાઇમસ્ટોપર્સ ટીમ સાથે સ્વૈચ્છીક સેવા શરૂ કરો.

અમે સમગ્ર દેશમાં અમે 600 થી વધુ સ્વયંસેવકો ધરાવીએ છીએ, તેમના સમુદાયને સલામત રાખવા માટે તમામ કાર્ય કરે છે. કૌશલ્યોનો વિકાસ કરવાની, વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની અને અન્ય સમુદાય-કેન્દ્રીત સ્વયંસેવકો સાથે જોડાવાની અમે તમને તક પૂરી પાડીએ છીએ.

જો તમે અમારી સાથે સ્વયંસેવા કરવામાં રસ ધરાવતાં હો તો, અમારું સ્વયંસેવી પૂછપરછ ફોર્મ ભરો. કૃપા  કરી નોંધ લેશો કે આ ફોર્મ અંગ્રેજીમાં છે.

દાન કરો

ક્રાઇમસ્ટોપર્સ એ સ્વતંત્ર ચેરીટી છે અમે તમારી સહાય પર આધારીત છીએ જેથી અપરાધ વિશે બેનામ માહિતી આપવા માટે લોકોને સક્ષમ કરતી અમારી સેવા ચલાવી શકાય. દરરોજ અમે 1,000 થી વધુ સંપર્કો મેળવીએ છીએ અને કોઇને ખ્યાલ પણ નહીં આવે કે તેમણે અમારો સંપર્ક કર્યો હતો તે જાણકારીમાં સલામત રીતે બેનામ બોલવા માટેના ભયમાં જીવતા લોકોની મદદ કરીએ છીએ.

તમારા દાનો ખરેખર તફાવત સર્જી શકે છેઃ

£5 સ્કુલ પેક પૂરું પાડે છે જેથી શિક્ષકો અને યુવાન લોકોને અપરાધ અને તેમની પસંદગીના પરિણામો વિશે વાત કરવા માટે મદદ કરી શકાય.

£15 ગંભીર અપરાધ થયા બાદ તુરંત જ સમુદાયને સહાય કરવામાં અમને મદદ કરે છે. આ સમયે સ્થાનિક લોકો પાસેથી માહિતી અત્યંત મહત્વની છે, આથી તેઓ બેનામ રીતે ક્રાઇમસ્ટોપર્સનો સંપર્ક કરી શકશે તેની તમને યાદી આપવા માટે અમે કાર્ડ આપીએ છીએ.

£25 વડે અમે એક સ્વયંસેવકને તાલીમ આપી શકીએ જેથી તેમના સ્થાનિક સમુદાયમાં કાર્ય કરવા માટે આવશ્યક કૌશલ્યો હાંસલ કરી શકાય અને અપરાધથી વિસ્તારને સલામત બનાવવા માટે અમને બેનામી કોલ્સ કેવી રીતે કરી શકાય દર્શાવી શકાય.

£50  ની ફાળવણીથી ઘરફોડ ચોરી અને ડ્રગ આપલે જેવા સ્થાનિક અપરાધ સામે ચળવળો ચલાવી શકાય છે.

જો તમે દાન કરીને તમારું સમર્થન દર્શાવવાની ઇચ્છા ધરાવતાં હો તો, તમે ઑનલાઇન દાન આપી શકો છો. કૃપા કરી નોંધ લેશો કે ડોનેશન ફોર્મ અંગ્રેજીમાં છે.