અમારી અનામી 0800 555 111 રીપોર્ટીંગ લાઇન અને સલામત ઓનલાઇન ફોર્મ કોઇપણને અઠવાડિયાંના સાત દિવસ અને દિવસના 24 કલાક અપરાધ વિશે માહિતી આપવા માટે સક્ષમ બનાવે છે.

હું માહિતી આપું ત્યારે શું થાય છે?

અમારો નિષ્ણાત કર્મચારીગણ તમારા કોલ્સનો જવાબ આપે છે અને ઓનલાઇન ફોર્મ્સની પ્રક્રિયા કરે છે.

તમારી માહિતી મેળવ્યા બાદ તેઓ એક રીપોર્ટ તૈયાર કરે છે જે તમે આપેલ તમામ માહિતી એકત્ર કરે છે અને યોગ્ય કાનૂન અમલ એજન્સીને તે મોકલે તે પહેલાં તમને ઓળખી શકાય તેવી કોઇ વિગતોનો તેમાં સમાવેશ થતો નથી તેની ખાતરી કરે છે.

જોકે, કોઇને અપરાધમાં ખોટી રીતે ફસાવવા માટે અચોક્કસ માહિતી આપવામાં આવે છે ત્યારે, સ્ત્રોતને ઓળખવામાં તેમની મદદ માટે પણ તેઓ કાનૂન અમલ સાથે કાર્ય કરશે.

મારો રીપોર્ટ કોને મોકલવામાં આવે છે?

અપરાધોની તપાસ કરવા માટે, ધરપકડો કરવા માટે અને લોકોને ન્યાય હેઠળ લાવવા માટે આક્ષેપ કરવા માટેની કાનૂની જવાબદારી સાથે અમે તમારા બેનામ રીપોર્ટને સંલગ્ન સત્તા પાસે મોકલીએ છીએ. આ સ્થાનિક પોલીસ અથવા UK Border Agency (યુકે બોર્ડર એજન્સી) અથવા HM Revenue & Customs (એચએમ રેવન્યુ એન્ડ કસ્ટમ્સ) જેવી એજન્સી હોઇ શકે છે.

મારી માહિતી પર કાર્ય કરવા માટે કાનૂન અમલને કેટલો સમય લાગે છે?

તમે અમને માહિતી આપો અને પોલીસ તેના પર કાર્ય કરે તેના વચ્ચેની પ્રક્રિયામાં ઘણા તબક્કા સામેલ છે. પોલીસ રીપોર્ટ મેળવે ત્યારે, તેમને આ મુજબ કરવાની આવશ્યકતા છેઃ

  • તેના પર કેવી રીતે કાર્ય કરવું તે ઓળખવા માટે માહિતીનું ધ્યાનપૂર્વક સંશોધન કરવું,
  • માહિતી ચોક્કસ હોય અને અપરાધમાં કોઇને ખોટી રીતે ફસાવવા માટે આપવામાં આવી નથી તેની ખાતરી કરવી, અને
  • આપણી પાસેથી તેમણે મેળવેલ માહિતીને સહાયક તેવી અન્ય ઇન્ટેલીજન્સનો સંપર્ક કરવો.

ક્રાઇમસ્ટોપર્સનો મેં સંપર્ક કર્યા બાદ કેમ કંઇ ન થયું?

તમે આપેલ માહિતી પર કામ કરવા પોલીસને કેટલો સમય થશે તેના માટે અમે દબાણ કરી શકીએ નહીં. પ્રક્રિયામાં સમય લાગવા માટે ઘણા કારણો હોઇ શકે છેઃ

  • માહિતી મોટી તપાસનો ભાગ બની શકે છે જેમાં પગલાં લેવામાં સમય લાગે,
  • ફાઇલ પર માહિતી રહે છે જે બાદમાં અપરાધના નિરાકરણમાં મદદ કરે છે, અથવા
  • પગલાં લઇ શકાય તે પહેલાં વધુ માહિતીની આવશ્યકતા હોઇ શકે છે.

આમછતાં જો તમને કોઇ ઝડપી નિરાકરણ ન જણાય, તો તમારી માહિતી ઉપયોગી થઇ નથી એમ માનશો નહીં.