માહિતી ન લેવી એ અમારા માટે ખૂબ અસામાન્ય છે, આમછતાં તમારી ગોપનીયતા સાચવવાની અમારી પ્રતિબદ્ધતા એ સર્વોચ્ય પ્રાથમીકતા છે, આ માટે તમારી ઓળખ થાય તેવી માહિતી અમે ક્યારેય લેશું નહીં. આ નિયમ અપરાધનો ભોગ બનેલને લાગુ થાય છે જેઓએ હંમેશાં પોલીસ પાસે જવું જોઇએ.

તમે ક્યારેય અપરાધનો ભોગ બન્યા છો?

અપરાધના ભોગ બનેલાં પાસેથી અમે માહિતી લઇ શકીશું નહીં કારણ કે અમે અનામી સેવા ચલાવીએ છીએ અને તમે કોણ છો તે પોલીસને ખબર ન હોય તો પોલીસ તપાસ કરવા માટે અશક્તિમાન છે. જો તમે અપરાધના ભોગ બન્યા હોય તો 101 પર તુરંત પોલીસનો, અથવા 999 પર ઇમરજન્સીનો સંપર્ક કરો.

તમારે પોલીસનો સંપર્ક કરવાની આવશ્યકતા છે?

ક્રાઇમસ્ટોપર્સ એ સ્વતંત્ર ચેરીટી છે. અમે પોલીસનો ભાગ નથી. જો તમારે સંકટાવસ્થામાં પોલીસનો સંપર્ક કરવાની આવશ્યકતા હોય તો કૃપા કરી 999 ડાયલ કરો. જો ઇમરજન્સી ન હોય અને તમારે પોલીસ અધિકારી સાથે વાત કરવાની હોય તો યુકેમાં કોઇપણ સ્થળેથી 101 ડાયલ કરો જેથી તમારા વિસ્તારના સંલગ્ન પોલીસ દળનો સંપર્ક કરી શકાય.

બેનેફિટ ફ્રોડ વિશે તમારી પાસે માહિતી છે?

બેનેફિટ ફ્રોડ વિશે જો તમારી પાસે માહિતી હોય તો,  National Benefit Fraud Hotline નો 0800 854 440 પર સંપર્ક કરો. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

તમે સ્કેમ ઇમેઇલ્સ અથવા ફોન કોલ્સ મેળવો છો?

જો તમે ઇમેઇલ્સ અથવા ફોન કોલ્સ મેળવતા હો, જે તમારા માનવા મુજબ તે સ્કેમ હોય, તો તમે તેનો અહેવાલ એકશન ફ્રોડ રીપોર્ટ કરો અથવા 0300 123 2040 પર તેમને કોલ કરો. આમછતાં, જો તમે એવા કોઇને ઓળખતા હો કે જેઓ સ્કેમ ઇમેઇલ્સ મોકલતા હોય અથવા સ્કેમ ટેલીફોન કોલ્સ કરતા હોય તો માહિતી સાથે તમે ક્રાઇમસ્ટોપર્સને કોલ કરી શકશો.

પીધેલ ડ્રાઇવિંગ સાથે સંલગ્ન ન હોય તેવા ડ્રાઇવિંગ અપરાધો વિશે તમારી પાસે માહિતી છે?

આ મુજબના ડ્રાઇવિંગ અપરાધો અમે લઇ શકીશું નહીં:

  • ગતિ
  • ફોન ચાલુ હોય ત્યારે ડ્રાઇવિંગ
  • સિટબેલ્ટ પહેર્યો ન હોય
  • બેદરકાર અથવા ભયજનક ડ્રાઇવિંગ

આ અપરાધોની તપાસ કરવા માટે પોલીસને સોગંદપૂર્વક સાક્ષી નિવેદનની જરૂર હોય છે જેથી ઉપરોક્તમાંથી કોઇ વિશે તેમને પ્રત્યક્ષ રીપોર્ટ્સ કરવાની જરૂર હોય છે.

તમારે ઘોંઘાટ ફરિયાદ કરવાની છે?

તમારા પાડોશમાં વધુ ઘોંઘાટની સમસ્યા માટે, આ ફરિયાદો માટે માત્ર તમારી લોકલ ઓથોરીટી કાર્ય કરી શકશે.

ભંગાર વાહન વિશે તમારી પાસે માહિતી છે?

માત્ર તમારી લોકલ ઓથોરીટી જ ભંગાર વાહનો માટે કાર્ય કરી શકશે.

ફેંકેલ કચરા વિશે તમારી પાસે માહિતી છે?

જો આ એક વખત હોય, તો તમારી લોકલ ઓથોરીટીનો તમારે સંપર્ક કરવાનો રહેશે. આમછતાં, કચરા માટે કોઇ વ્યવસ્થિત રીત હોય અથવા આમ વારંવાર બનતું હોય, તમે અમને તેનો અનામી અહેવાલ આપી શકશો.

ખોવાયેલ લોકો વિશે તમારી પાસે માહિતી છે?

કોઇ ખોવાઇ ગયું હોય તેમાં અપરાધી સંડોવણી હોય તો જ અમે પોલીસને મદદ કરી શકીશું. તેનો અર્થ થાય છે કે પોલીસ અપીલ હોય તો જ અમે માહિતી લઇ શકીશું. પોલીસ અપીલો ન હોય તેવી ખોવાયેલ લોકોની અપીલો માટે,  મિસિંગ પીપલ ને કોલ કરો અથવા 116 000 પર ટેક્સ્ટ કરી સંપર્ક કરો.