અનામી રાખવાની અમારી બાયધરી તમારે માટે અને અમારે માટે ખૂબ મહત્ત્વની છે. તમને આગળ આવવા માટે તે સરળ બનાવે છે પરંતુ તેનો શું અર્થ છે?

અનામી સેવા રાખવાથી, અમે બાયંધરી આપીએ છીએ કેઃ

  • તમારું નામ અથવા કોઇ વ્યક્તિગત વિગતો પ્રગટ કરવા માટે તમને પૂછવામાં આવશે નહીં.
  • તમારો કોલ રેકોર્ડ થઇ શકશે નહીં.
  • તમારા કોલ્સની અમે તપાસ કરી શકીશું નહીં. અમે કોલર લાઇન ડિસ્પ્લે ધરાવતા નથી અને 1471 સેવાનો અમે ઉપયોગ કરી શકતા નથી.
  • જો તમે ઓનલાઇન રીપોર્ટ જમા કરાવો, તો તમારું IP એડ્રેસ શોધી શકાશે નહીં અને અમને કોઇ કોલ કરે ત્યારે જે બેનામીનું સ્તર હોય તે સમાન સ્તર તમે મેળવશો.
  • પોલીસને માહિતી મોકલવામાં આવે ત્યારે તેમાં તમારી ઓળખપાત્ર માહિતીનો સમાવેશ ન થાય તેની અમે ખાતરી કરીએ છીએ.
  • કોઇપણ કોલ કરનારની જાતિ, ઉચ્ચારો, દેખીતી વય અથવા વંશની અમે કોઇ નોંધ કરતા નથી.
  • તમે વ્યક્તિગત માહિતી આપો તો પણ, અમે તેને રેકોર્ડ કરીશું નહીં અથવા તેને આગળ મોકલીશું નહીં.

અનામી અને ગુપ્ત વચ્ચેનો તફાવત

અપરાધ વિશે માહિતી આપતી વખતે બેનામ અને ગુપ્ત શબ્દો વચ્ચે અમુક લોકોને ગૂંચવી નાખે છે.

ગુપ્ત માહિતી છૂપી રાખવા માટે હોય છે પરંતુ માહિતીના ઉપયોગ માટે અન્યો અધિકૃતને આપી શકાય છે.  જો તમે ગુપ્ત રીતે માહિતી આપો તો તમે ઓળખાઇ જાવ છો.

માહિતી મેળવવા માટે અધિકૃત હોય તેવા અન્યોને તે આપવામાં તો પણ, અનામી માહિતીમાં વ્યક્તિ કોઇપણ રીતે ઓળખી શકાશે નહીં.

અમે અનામી માહિતી સેવાનું સંચાલન કરીએ છીએ.