કરેલ અપરાધનો આરોપ મૂકવામાં આવ્યો હોય તે વ્યક્તિઓ માટે મોસ્ટ વોન્ટેડ એ કાનૂન અમલ દ્વારા ભાગેડુ વ્યક્તિઓનાં ફોટા અને વર્ણનો સાથેની ગેલેરી છે.  સમગ્ર UK માંથી વિનંતીની સુવિધા, અનામી રીતે પોલીસને મદદ કરવાની તે તમને તક આપે છે જેથી અપરાધકર્તાને ઓળખી શકાય, અથવા તેઓ કયાંય છૂપાઇ ગયા હોય ત્યાંથી તેમને શોધી શકાય અને ધરપકડ કરી શકાય.

UKમાં કોણ મોસ્ટ વોન્ટેડ છે

UK મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ અથવા મુખ્ય દસ સૂચિ ધરાવતું નથી. મોસ્ટ વોન્ટેડ તરીકે તમે જોતા હો તે વ્યક્તિ અન્ય લોકો માટે અલગ હોઇ શકે છે,  આથી અમે તમને તક આપીએ છીએ જેથી તમને ખૂબ સંલગ્ન હોય તેવી વિનંતીઓ માટે શોધી શકાય.

હું મદદ કરી શકુ તેવી વિનંતીઓ હું કેવી રીતે મેળવું?

મોસ્ટ વોન્ટેડના શોધ સાધનનો ઉપયોગ કરી તમે અપરાધ પ્રકાર, સ્થાન અથવા ચળવળ દ્વારા તમે અપીલો શોધી શકશો. ઉદાહરણ તરીકે, જો તમે તમામ વર્તમાન “લૂંટ” અપીલોની શોધ કરો, તો સ્થાન ફિલ્ડમાં તમે ફેરફાર કરી શકશો જેથી તમારા પોસ્ટ કોડ વિસ્તારમાં “લૂંટ” અપીલો જોઇ શકાય. તમારી શોધમાં કોઇ પરિણામો ન મળે, તો સંલગ્ન અપીલો શોધવા માટે મોસ્ટ વોન્ટેડ તમને વધુ સૂચનો આપશે.

હું કોઇને ઓળખતો હોઉં તો શું?

મોસ્ટ વોન્ટેડમાં તમે ઓળખતા હો તેવા કોઇને તમે જુઓ અને માહિતી આપવા માગતા હો, તો 0800 555 111 પર અથવા અમારા એનોનીમસ ઓનલાઇન ફોર્મ મારફતે અનામી રીતે અને છૂપી રીતે અમારો સંપર્ક કરો. માહિતી આપતી વખતે, ધ્યાન રાખો કે તમે અમને અપીલ પર વિશીષ્ટ CS સંદર્ભ પણ આપો જેથી કોને તેની ભલામણ કરવાની છે તેનો અમને ખ્યાલ આવે.

વૈકલ્પિક રીતે, જો તમે અનામી બની રહેવા ન માંગતા હો તો અને સીધાં જ પોલીસને નિવેદન આપવા માંગતા હો તો, કૃપા કરી 101 પર કૉલ કરો અને અપીલમાં સૂચિબદ્ધ પોલીસ સ્ટેશન માટે પૂછો.

મોસ્ટ વોન્ટેડ અપીલો શા માટે મારી ભાષામાં નથી?

અમારી બહુભાષી સાઇટોના ભાગ તરીકે હાલ અમે મોસ્ટ વોન્ટેડ અપીલો પૂરી પાડવા માટે શક્તિમાન નથી. જો તમે કરી શકો, તો તમે અમને કોલ પણ કરી શકશો અથવા દર્શાવેલ કોઇપણ અપીલ વિશે ઓનલાઇન માહિતી જમા કરાવી શકશો કારણ કે અમે ભાષાંતર કરવાની અને તેના પર કાર્યવાહી કરવાની ક્ષમતા ધરાવીએ છીએ.

મોસ્ટ વોન્ટેડ અપીલો કોણ તૈયાર કરે છે?

મોસ્ટ વોન્ટેડની અપીલો માટે સમગ્ર UK નું પોલીસ દળ જવાબદાર છે; કોણ ભાગી ગયું છે અને કોણ નહીં તેની તેઓ પસંદગી કરે છે. અપીલ વિશીષ્ટ છે કે નહીં તેનો આધાર અપરાધનો પ્રકાર અથવા તપાસ પણ પર રહેલો છે.