અમે પોલીસનો ભાગ નથી, પરંતુ અમે અનામી રીપોર્ટીંગ લાઇનનું સંચાલન કરીએ છીએ જે અઠવાડિયાના સાત દિવસ, દિવસના24 કલાક અપરાધ વિશે માહિતી આપવા માટે કોઇ પણ વ્યક્તિને સમર્થ બનાવે છે.

તમને સંભવિત રીતે ઓળખી શકે તેવ કોઇપણ બાબત દૂર કરી આ માહિતી પર અમે પ્રક્રિયા કરીએ છીએ અને તમારા વતી યોગ્ય કાનૂન અમલ એજન્સીઓને તેને મોકલીએ છીએ. તેનો અર્થ એ થાય છે કે તમે ક્યારે કોઇ સ્ટેટમેન્ટ આપશો નહીં અથવા કોર્ટ પર જશો નહીં.

અમે દર વર્ષે 100 થી વધુ ચળવળો પણ ચલાવીએ છીએ, જેથી સમુદાયોમાં વિવિધ પ્રકારના અપરાધ વિશે શિક્ષણ આપવામાં મદદ કરી શકાય જેથી લોકોને સલામત રહેવામાં મદદ મળી શકે, પરંતુ માહિતીની જોગવાઇને પ્રોત્સાહિત પણ કરી શકાય જેથી ગુનેગારને ન્યાય સમક્ષ લાવી શકાય.

ક્રાઇમસ્ટોપર્સ કેવી રીતે કાર્ય કરે છે

  • સમુદાયોની વિસ્તૃત શ્રેણીને અસરકર્તા અપરાધો વિશે સાવધાનીમાં વધારો કરવા માટે અમે મદદ કરીએ છીએ.
  • અમે ચળવળ ચલાવીએ છીએ તે અપરાધ પ્રકારો વિશે માહિતી લઇએ છીએ.
  • તમને અને તમારા સમુદાયને અસરકર્તા અપરાધો વિશે અમે માહિતી લઇએ છીએ.
  • તમે અમને માહિતી આપો ત્યારે તમારી ઓળખ થઇ શકે નહીં તેની અમે ખાતરી કરીએ છીએ.
  • તમારી માહિતીને અમે પોલીસ અને અન્ય કાનૂની અમલબજાવણી કરતી એજન્સીને મોકલીએ છીએ અને રીપોર્ટમાં તમને ઓળખી શકાય તેવી કોઇ બાબત તેમાં ન હોય તેની અમે ખાતરી કરીએ છીએ.