1985 માં, લંડનમાં બ્રોડવોટર ફાર્મ એસ્ટેટ ખાતે PC Keith Blakelock (પીસી કેઇથ બ્લેકલોક) નું ખૂન થયું હતું. માહિતી માટે પોલીસે વિનંતી કરી હતી કે લોકોને ખબર હતી કે કોણ જવાબદાર હતું પરંતુ આગળ આવવા માટે ડરતા હતાં. 1988 માં Community Action Trust (CAT) (કોમ્યુનીટી એકશન ટ્રસ્ટ (CAT)) ના ફાઉન્ડેશનમાં આ બનાવ વિશે ચર્ચા થઇ હતી. 1995 માં, CAT એ ક્રાઇમસ્ટોપર્સ બન્યું.

ચેરીટીની સ્થાપના થઇ ત્યારથી લોકોને, તેમના પરીવાર અને તેમના સમુદાયને નુકશાન પહોંચાડતા અપરાધો અટકાવવા માગતા હોય તેવા લોકોને અમે મદદ કરી છે. ઓળખાઇ જવાના ભય વિના બોલવા માટે અમારી અનામી સેવા દરેકને તક આપે છે.

સલામત સમુદાયનો અર્થ છે અપરાધનો ભોગ બનનારાં ઓછાં

ચેરીટી તરીકે, અમે એક વિશીષ્ટ ભૂમિકા ધરાવીએ છીએ જે પોલીસ અને અન્ય કાનૂન અમલ એજન્સીઓથી સ્વતંત્ર છે. અનામીપણાનું અમારું વચન ખરેખર આ લોકો માટે ફેર પાડે છે:

  • કોઇ સ્થળે જઇ શકતા નથી તેવા અમારો સંપર્ક કરનાર લોકો,
  • ન્યાય થાય તે જોતા હોય તેવા અપરાધનો ભોગ બનનાર, અને
  • સમુદાયો રહેવા માટે સલામત સ્થળ બને છે.

લડાઇ અપરાધ માટે આપવામાં આવેલ માહિતી અમને કેવી રીતે મદદ કરે છે

1988 થી, લોકો દ્વારા અમને આપવામાં આવેલ માહિતીનું આ મુજબ પરિણામ આવ્યું છેઃ

  • 134,000 થી વધુ ધરપકડો અને આરોપો
  • 1.6 મિલીયનથી વધુ કાર્યલાયક કોલ્સ
  • £132 મિલીયન કરતાં વધુ ખોવાયેલ માલ પરત કરવામાં આવ્યો
  • £326 મિલીયન કરતાં વધુ ડ્રગ ઝડપવામાં આવ્યું
  • દરરોજ આશરે 14 લોકોની ધરપકડ થાય છે